ભુરખિયા હનુમાન ખાતે યોજાયેલ સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમનો અહેવાલ, ૭ ડિસેંબર -૨૦૨૫
રજુકર્તા – રાજેશભાઈ પંડયા, અમરેલી
જિલ્લાઓ અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ તેમજ સુરેન્દ્રનગર દ્વારા તા. ૭-૧૨-૨૦૨૫ ને રવિવારના રોજ ભુરખીયા હનુમાનજી ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરેલ. શાસ્ત્રી શ્રી મિતેશભાઇ પી. પંડયા લીલીયાવાળાનાં આચાર્ય પદ નીચે ૧૦ બટુકોને જનોઈ ધારણ કરવામાં આવી.
કાર્યક્રમનો શુભારંભ ગ્રહશાંતિ દ્વારા સાત ત્રીસ કલાકે કરવામાં આવેલ. સમારંભના અધ્યક્ષ શ્રી ભાગવત આચાર્ય પૂજ્ય શાસ્ત્રી શ્રી યજ્ઞેશભાઇ ત્રિવેદી તેમજ અતિથિ વિશેષ તરીકે શાસ્ત્રી શ્રી પૂજ્ય નિરંજનભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બટુકોને આશીર્વાદ આપેલ હતા.
આમંત્રિત મહેમાનોમાં પૂજ્ય સુરેશભાઈ એન પંડ્યા (મોમ્બાસા) તેમજ કિર્તિકાંતભાઈ ઉપાધ્યાય, મહામંડળના પ્રમુખ પંકજભાઈ કે દવે, શ્રી ઉમેશભાઈ દવે, શ્રી ગિરધરભાઈ જોશી, વિમલભાઈ ત્રિવેદી, નિશિથભાઈ જોશી, ભરતભાઈ ભટ્ટ તેમજ લગભગ દરેક મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બટુકોએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સમુહ યજ્ઞ પવિત્ર કમિટી તરફથી દરેક બટુકોને પૂજા સામગ્રી ધોતી કે ગૌમુખી માળા જનોઈ તેમજ Wrist watch, School bag, Water bottle, Tiffin કપડાની જોડ, સ્ટડી ટેબલ, પુસ્તકોનો સેટ, સ્ટેશનરી આઈટમો તેમજ જુદા-જુદા દાતાઓ તરફથી રોકડ રકમ અને વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વધેલી રકમમાંથી દરેક બટુકોને રૂપિયા ૫૦૦૦ રોકડા આશીર્વાદ રૂપે પરત કરવામાં આવેલ છે.
આયોજક કમિટી તરફથી દરેક મહેમાનો તેમજ દાતાઓનું સન્માન બુક અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવેલ. સમૂહ લગ્ન પવિત્ર કમિટીની એવી ઈચ્છા હતી કે આપણે લોકો માટે ખાસ કરીને આપણા જ્ઞાતિજનો માટે એવું શું કરી શકીએ કે જેથી કરી લોકોને આર્થિક લાભ થાય તો તે માટે સમૂહ યજ્ઞોપવીત ના કાર્યક્રમનો આયોજન કર્યુ અને તેમાં એવું નક્કી કર્યુ હતું કે કાર્યક્રમના અંતે જે કંઈ રકમ વધે તે બટુકોને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પરત આપવી. કાર્યક્રમ દર વર્ષે આયોજન કરવાનું કમિટીની ઈચ્છા છે તો આવતા વર્ષ ના નામ પણ આપ અત્યારથી આયોજન કરી લખાવી શકો છો ભવિષ્યમાં કમિટી દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજનનું વિચારી રહ્યા છીએ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે તેમજ દાતાશ્રીઓએ પણ કોઈ કસર બાકી નથી રાખી. બટુકોને ૧૦ વસ્તુઓ કમિટી તરફથી તેમજ દાતાઓ તરફથી રોકડ અને વધારાની વસ્તુઓ પણ આપવામાં આવી છે.
ખાસ કરીને પચ્ચીસએક કુટુંબો એક સાથે મળ્યા એક સાથે જમ્યા અને જ્ઞાતિ એકતામાં ખૂબ જ વધારો કરેલું છે. આગામી વર્ષ માટે સમૂહ યોગ્નોપવિતમાં ભાગ લેવા માટે આપ નીચે મુજબના પ્રમુખશ્રીઓને નામ લખાવી શકો છો.
• ડોક્ટર મુકુંદભાઈ પંડયા (ભાવનગર) ૯૪૭૭૭૪૫૨૨૨
• રાજેશ પંડયા (અમરેલી) ૯૪૨૬૯૯૯૯૫૧
• શાંતિ ભાઈ પંડયા (ઢસા બોટાદ જીલ્લો) ૯૪૨૮૨૩૦૭૧૬
• ભગવતી પ્રસાદ ભાઈ જાની (સુરેન્દ્રનગર) ૯૪૨૪૧૮૦૦૨૯
• ભાસ્કરભાઈ ત્રિવેદી (જુનાગઢ) ૯૯૨૫૮૪૯૭૪૨
• મુકેશભાઈ જોશી (ઉના ગીર સોમનાથ) ૯૯૨૫૧૦૩૩૦૧