અંજલી આપીએ તો આંસુ સરી પડે છે, તસવીર તમારી જોયે તો આંખો ભીની થઈ જાય છે. પરિવાર જેમનું મંદિર હતું, સ્નેહ જેમની શક્તિ હતી, પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું અને પરામર્શ જેમની સાચી ભક્તિ હતી. ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં. ઈશ્વરે મને આપ્યું છે તો હુ બંને ખોબા ભરીને બીજાને આપુ એ ભાવના થી દાન પુણ્ય કરિયું, કોઈ ગરજવંત ને ઉપયોગી થયા, ઈશ્વરે શ્રવણકુમાર જેવા સેવાભાવી દિકરાની દેન તો આપી જ હતી, પણ શ્રવણથી પણ વિશેષ સેવાભાવી દિકરાની વહુ,પૌત્ર અને પૌત્રવધુ આપી, જેઓએ લાગણી અને પૂર્ણ નિષ્ઠાભાવથી તમારી અવિરત સેવા કરી. આવા પવિત્ર આત્માને ઈશ્વરે મોક્ષ આપવો જ પડે. તમારા સદગુણો અને સહકાર્યોથી તમે સમગ્ર પરિવાર માટે ફૂલોથી ભરેલો માર્ગ પાથરી ગયા. સમસ્ત અમૃતલાલ પંડ્યા પરિવારના જય શ્રી કૃષ્ણ ..

સ્વ. ૨૪-૧૧-૨૦૨૫