ભાવનગર જ્ઞાતિમંડળની સામાન્ય સભા

જ્ઞાતિમંડળ ભાવનગરની સામાન્ય સભા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિ કાર્યક્રમનું સફળ ઓયોજન

રજુકર્તા – શ્રી પરેશભાઈ પંડયા, અહેવાલ લેખન

ગત તારીખ : ૨૮-૧૨-૨૦૨૫ રવિવાર બપોરનાં ૩-૩૦ કલાકે જ્ઞાતિનાં તમામ સભાસદોની હાજરીમાં સામાન્ય સભા મળી જેમાં એજન્ડા મુજબ જ્ઞાતિ આજીવન સભ્ય ફીમાં વધારો કરવો, દેવભર્ગ આજીવન લવાજમમાં વધારો કરવો તેમજ જ્ઞાતિભુવનનાં ચાર્જઅન્ય જ્ઞાતિનાં લાભાર્થી માટે વધારો કરવો. સર્વાનુમત્તે પસાર થયા સાથે સાથે ગત નાણાંકિય વધારો કરવાનાં ઠરાવો સર્વાનુમત્તે પસાર થયા સાથે સાથે ગત નાણાકિય હિસાબ વર્ષનાં હિસાબોનું વાંચન થયુ જેને હાજર તમામ સભાસદોએ ભંડોળ વધારવા અનુરોધ કરવામાં આવ્યો.

ત્યારબાદ ૫-૩૦ કલાકે આમંત્રિત મહેમાન અમરેલી જ્ઞાતિમંડળ પ્રમુખશ્રી રાજુભાઈ પંડયા, દાતાશ્રી કીર્તિભાઈ પંડયા, દેવભર્ગ તંત્રી પ્રો. હર્ષદભાઈ પંડયા તથા પ્રમુખ ડો. મુકુન્દભાઈ પંડયા અને મંત્રીશ્રી ગૌતમભાઈ ભટ્ટ દ્વારા દીપપ્રાઢ્ય કરી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ સાથે સાંસ્કૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાબ્દિક સ્વાગત પ્રો. હર્ષદભાઈ પંડયા દ્વારા કરવામાં આવ્યું. મહેમાનોનું સ્વાગત પૂષ્પગુચ્છ અને શાલ દ્વારા કરવામાં આવ્યું. કુલ ૮૧ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો મહિલા કાર્યકારો, વિદ્યોતેજક મંડળ કાર્યકરો, ટ્રસ્ટીશ્રીઓ, આંમત્રિત મહેમાનો તથા દાતાશ્રી કીર્તિભાઈ પંડયાનાં હસ્તે એનાયત થયા.

કુલ-૧૨ કૃતિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુ થઈ જેમાં ભાગ લેનાર તમામને જ્ઞાતિમંડળ તરફથી પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા. પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રાજુભાઈ પંડયા(પ્રમુખશ્રી-અમરેલી જ્ઞાતિમંડળ) દ્વારા સમગ્ર કાર્યક્રમની પ્રસંશા તેમજ તમામ જ્ઞાતિજનો સમુહ યજ્ઞોપવિત અને સમુહ લગ્નોત્સવમાં જોડાઈ અન્ય કુરિવાજો બંધ કરી નાણાંની બચત કરી જ્ઞાતિ હિત કાયોમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યા. ડો. મુકુન્દભાઈ પંડયા (પ્રમુખશ્રી ભાવનગર) દ્વારા તેજસ્વી તારલાઓને શુભેચ્છા તથા બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાવનાર માતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. જ્ઞાતિમંડળ મંત્રીશ્રી ગૌતમભાઈ ભટ્ટ દ્વારા કેળવણી સહાયનાં દાતાઓની નામાવલીનું વાંચન કરવામાં આવ્યું સાથે-સાથે જ્ઞાતિમંડળનાં આગામી કાર્યક્રમો જેવાડે તારીખ: ૧૮-૦૧-૨૬ ના રોજ શ્રી ધર્મેન્દ્રભાઈ દયાશંકર ત્રિવેદી પરીવાર દ્વારા જ્ઞાતિનાં સિનિયર સિટીઝનોને નિશુલ્ક બહુચરાજી તેમજ મોઢેરાની યાત્રા કરાવવાની જાહેરાત તથા તારીખઃ ૧૪-૧૧-૨૬, લાભપંચમી થી જ્ઞાતિમંડળ આયોજીત શ્રી શિવમહાપુરાણ કથા જે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) મુકામે યોજવામાં આવશે અને તેનાં મુખ્ય મનોરથી શ્રી મીનાક્ષીબેન ત્રંબકલાલ જોષી બનશે તેની જાહેરાત કરવામાં આવી. બંને આયોજનોને હાજર જ્ઞાતિજનોએ તાળીઓનાં ગડગડાર થી વધાવી લીધા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પરેશભાઈ પંડયા દ્વારા કરવામાં આવ્યું તથા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કીર્તિભાઈ ત્રિવેદી શ્રી દિલીપભાઈ પંડયા, શ્રી આશિષભાઈ પંડયા, શ્રી પ્રશાંતભાઈ જોષી, શ્રી ભાવેશભાઈ ભટ્ટ તથા તમામ ટ્રસ્ટીશ્રીઓએ ખુબજ જહેમત ઉઠાવેલ.

મહિલા કન્વીનર શ્રીમતી ઉર્વશીબેન પંડયા તથા સહકન્વીનર શ્રીમતી હેતલબેન પંડયા દ્વારા આગામી મે માસમાં તમામ જ્ઞાતિજનો માટે રામાયણ, ગીતા તેમજ મહાભારત ગ્રંથો માંથી પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન થશે તેવી જાહેરાત રકવામાં આવી. અંતમાં આભાર વિધી બાદ સૌ સ્વરૂચિ ભોજન લઈ પ્રસન્ન ચિત્તે છુટા પડયા.