બહુચરાજી – મોઢેરા યાત્રા પ્રવાસ – અહેવાલ

રજુકર્તા – શ્રી મનીષભાઈ ત્રિવેદી, અહેવાલ લેખન

તારીખ 18 જાન્યુઆરી 2026 ને રવિવારના રોજ શ્રી ધર્મેન્દ્રભાઈ દયાશંકરભાઈ ત્રિવેદી પરિવાર ભાવનગરના મનોરથમાં ભાગરૂપે સિનિયર સિટીઝન માટે એક દિવસીય નિશુલ્ક યાત્રા પ્રવાસ યોજેલ. આ યાત્રા પ્રવાસ મનોરથ ની વાત પરિવારના બંને ભાઈઓ મનીષભાઈ અને ચેતનભાઇએ આપણી જ્ઞાતિના પ્રમુખ શ્રી ડો. મુકુંદભાઈ પંડ્યા સાહેબ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળને કરતા સૌએ હર્ષ પૂર્વક આવકારીને આનંદ વ્યક્ત કર્યો.

નિયત સમયે સવારે 5:30 કલાકે પ્રસ્થાન થયું. માં મોઢેશ્વરી માતાજી નો જયનાદ બોલાવી સૌ વડીલોએ યાત્રાની શરૂઆત કરી. સૌપ્રથમ કમીયાણા (શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર) પહોંચ્યા. ત્યાં દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી. ત્યાં ચા નાસ્તો કરીને શંખલપુર જવાના રવાના થયા. તમામ વડીલોના ચહેરા પર ખુશી દેખાતી હતી.

અંતાક્ષરી અને સત્સંગ કરતા કરતા સૌ શંખલપુર પહોંચી માં બહુચરાજીના દર્શન કર્યા. ત્યાંથી મોઢેરા જવા રવાના થયા. માં ના મંદિર પરિસરમાં પહોંચતા જ સૌ વડીલો ભક્તિમય વાતાવરણમાં તરબોળ થઈ ગયા. ઢોલ નગારા ના તાલે ધજા તથા શણગાર અર્પણ કરવા ગયા. ઢોલના તાલે સૌ ગરબે રમ્યા. ધજા શણગારનું પૂજન અર્ચન સૌ વડીલોના હસ્તે કરવી મોઢેશ્વરી ના જયઘોષ સાથે અર્પણ થયા. સૌ કોઈ આકર્ષણમાં અભીભૂત હતા. આ ક્ષણનો સૌ વડીલોએ લાભ લીધેલ અને ધન્ય થયા.

ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરી સર્વ સભાના રૂપે પ્રાંગણમાં ગોઠવાયા. સૌ વડીલો, માતા બહેનોનું ખેસ પહેરાવી ત્રિવેદી પરિવાર દ્વારા સન્માન કરાયું. તો પરિવારના મોભી શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી તથા તેમના ધર્મપત્ની મધુબેન ત્રિવેદીનું સન્માન પણ પ્રમુખશ્રી, મહિલા મંડળ તથા જ્ઞાતિ રત્નો થકી થયો. તમામને ભેટ સ્વરૂપ ભાગવતજી પણ આપેલ. ત્યારબાદ ચા ની મજા લઈ બહુચરાજી તરફ પ્રયાણ કર્યો. માં ના દર્શન કરી પાવન થયા. સાંજે ધોલેરા દર્શન-પ્રસાદનો લાભ લીધો.

આ તકે સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રમુખશ્રી ડો. મુકુંદભાઈ પંડ્યા સાહેબ, ગૌતમભાઈ ભટ્ટ, મુકેશભાઈ વ્યાસ, જશવંતભાઈ ત્રિવેદી તથા હિંમતભાઈ પંડ્યા તેમ જ બધા વડીલોનો ખૂબ જ સાથ સહકાર અને માર્ગદર્શન મળેલ. આ તકે ત્રિવેદી પરિવાર સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.

આ ઉપરાંત સમગ્ર પ્રવાસ દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવક તરીકે ચા, પાણી, નાસ્તો અને ભોજન ની આગોતરી વ્યવસ્થા કરનાર શ્રી ધર્મેશ વ્યાસ, પ્રકાશ દવે, પ્રશાંતભાઈ જોષી, મિત ત્રિવેદી અને સ્મિત ત્રિવેદીનો પણ ત્રિવેદી પરિવાર આભાર માને છે.

છેલ્લે આ યાત્રા પ્રવાસમાં જોડાયેલ તમામ વડીલો, માતા, બહેનો આપ સૌના આશીર્વાદ અને માર્ગદર્શન થીજ આ પ્રવાસ સુપેરે સંપન્ન થયો છે. આભાર સહ વંદન..