આપણાં શાસ્ત્રોએ જેને સૌથી પવિત્ર અને સૌથી કઠીન તબક્કો ગણાવ્યો છે. તે ગૃહસ્થાશ્રમની આપ અર્ધી સદી પૂરી કરો છો તે પ્રસંગે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ વર્તમાન સમયમાં જ્યારે સહતશક્તિ ક્ષીણ થતી જાય છે. ત્યારે પ્રસન્ન, મધુર દાંપત્ય જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરવા એ સ્વંય એક સિધ્ધિ બની રહે છે.
સાથોસાથ પૈતૃક વારસામાં મળેલ ભાવનગર જ્ઞાતિની સેવામાં પણ મગ્ન રહો છો તે બદલ વિશેષ અભિનંદન. આવનાર અનેક વર્ષો આપ નિરામય, પ્રસન્ન દાંપત્યજીવન વ્યતીત કરતા રહો તેવી મોઢેશ્વરીને પ્રાર્થના.

ડો. મુકુંદભાઈ પંડયા તથા શ્રીમતિ રેખાબેન પંડ્યા, ભાવનગર.
લગ્ન તા. ૨૯-૧૧-૧૯૭૫
ડો. જી.બી. પંડ્યા પરિવાર
ભાવનગર જ્ઞાતિમંડળ કરોબારી
વિદ્યોત્તેજક મંડળ, ભાવનગર