હાર્દિક અભિનંદન – જયકૃષ્ણ ત્રિવેદી

॥कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

ઉપરોક્ત વિધાન ને સાર્થક કરતી તાજેતર ની એક ઘટના કે જે ચિ. જય (જયકૃષ્ણ) માટે हर्षः शोकः भवति (હર્ષ અને શોક બંને સંવેદના એક સાથે અનુભવ રૂપ બની રહી), હર્ષ એ વાતનો કે છેલ્લા ૨.૫ વર્ષ ની અથાગ મહેનત આ નાનકડા કિશોર વિદ્યાર્થીઓ (સાધક વિજ્ઞાનિકો જ તો વળી) એમની સ્કૂલ તથા ઈસરો અમદાવાદ ના ખૂબ અનુભવી વૈજ્ઞાનિકો ના માર્ગદર્શન માં લઘુ ઉપગ્રહ (ક્યૂબ સેટેલાઇટ) બનાવી અને તમામ પરિમાણો માં ખરા ઉતરી એમના બનાવેલા સેટેલાઇટ ને ઈસરો દ્વારા કાર્યદક્ષતા ની માન્યતા પ્રાપ્ત થઈ અને તાજેતર ના ઈસરો ના મિશન (PSLV-C62/EOS-N1) માં સામેલ કરવામાં આવ્યા. ને તા. ૧૨/૦૧/૨૦૨૬ રોજ તેમને પણ ઉપગ્રહ લોન્ચિંગ સમારોહ માં શ્રી સતીશ ધવન અવકાશ કેન્દ્ર શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) ખાતે ઈસરો ના VVIP મહેમાન બની ઉપસ્થિત રહેવા નો સંયોગ (આવવા જવા વિમાની ટિકિટ સહિત તમામ સુવિધા સરકાર શ્રી તરફ થી પૂરી પાડવામાં આવેલ) બનેલ જે આટલી નાની વયે મારા મતે અતિસંવેદનશીલ વિસ્તાર અને જ્યાં સામાન્ય માણસ માટે પ્રવેશ નિષેધ છે ત્યાં સામે થી નિમંત્રણ મળે એ ખૂબ મોટી સિધ્ધિ જ ગણાય.

આ ઉપરાંત ત્યાં ૩ દિવસ ના રોકાણ દરમ્યાન પણ વૈજ્ઞાનિક ટીમ દ્વારા વિવિધ સેમિનાર ના માધ્યમ થી મહત્વપૂર્ણ તથા પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવા માં આવેલ. અને અંતિમ ચરણ માં ઈસરો ના ચેરમેન શ્રી ડૉ. વી. નારાયણન સાહેબ એ પોતાના અતિવ્યસ્ત સમય માંથી પણ આ ટીમ સાથે લગભગ ૪૫ મિનિટ જેટલો સમય ગાળી જરૂરી માર્ગદર્શન અને ભવિષ્ય ના આયોજન ની વાત કરી હતી.

હા કોઈ યાંત્રિક પરિબળો ના લીધે રોકેટ તેના નિર્ધારિત ભ્રમણ કક્ષ થી ભટકી ગયું અને સંપૂર્ણ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો, પણ આપડે આપડું કર્મ પૂર્ણ લગન થી કર્યું તેનો સંતોષ અને હવે પછી ના લોન્ચ માં તમારો બનાવેલ લઘુ ઉપગ્રહ પણ ચોક્કસ અવકાશ માં જળહળશે તેવી ઇષ્ટદેવ ને અભ્યર્થના..

આ સંપૂર્ણ કાર્યક્રમ ની થોડીક સચિત્ર ઝંખી…

ઈશ્વરની કૃપાથી ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ત્રિવેદી પરિવાર તથા જાની પરિવારનું ગૌરવ વધારો તેવા આશિષ વરસાવતા…